પરમ વંદનીય આત્મીય ગુણીજન અને જ્ઞાની શ્રી પચાણ ભાઈ ભગત ના પવિત્ર હાથે બનેલ રામસાગર થી મારું સન્માન થયું

પરમ વંદનીય આત્મીય ગુણીજન અને જ્ઞાની શ્રી પચાણ ભાઈ ભગત ના પવિત્ર હાથે બનેલ રામસાગર થી મારું સન્માન થયું ,જેનો મને અપાર આનંદ છે અને એ મારા અહોભાગ્ય પણ કહેવાય…
સામે ભજનગ્રંથ ભેટ સ્વરૂપે અર્પણ કરી એમનું સન્માન કરવાનો પણ મને અવસર મળ્યો….
મારી સાથે ઉત્તર ગુજરાત થરાદ નું તેમજ ગુજરાત નું ગૌરવ એવા ભજનિક શ્રી વિજયભાઈ પરમાર(છોટે હેમંત) પણ ઉપસ્થિત રહ્યા હતા.

મિત્રો શ્રી પચાણ ભગત પોતાની તબિયત નાતંદુરસ્ત હોવા છતાં મારો સંગીત પ્રત્યે નો પ્રેમ જોઈ મને રામસાગર ભેટ કરી સન્માન કરવું એવું નક્કી કરેલ ,જે મારા અહોભાગ્ય કહેવાય…
શ્રી પચાણ ભગત ના હાથે બનેલ રામસાગર દેશ વિદેશ માં ખ્યાતિ પામેલ છે. એમના હાથે બનેલ રામસાગર મળવું એ પણ ભાગ્ય ની વાત છે.

કચ્છ નખત્રાણા ના આણંદપર ગામે રહેતા ભગત બાપા ને મળવું અને એમની સાથે સત્સંગ કરવો એ એક જીવનનો લ્હાવો છે….
ખૂબ ખૂબ આભાર આત્મીય શ્રી પચાણ બાપા, વિજયભાઈ, શાંતિભાઈ,કાંતિભાઈ,વિનોદભાઈ, ઈમરાન ભાઈ,અરવિંદ ભાઈ તથા અન્ય વડીલજનો…

Share on:

Leave a Comment

Your email address will not be published.