ચાલો સમજીએ ભજન એટલે શું?

 

ભજન એટલે સાજ સાથે સંગત કરવી રાગળા તાણવા એ ફક્ત ભજન નથી,ભજન ની વ્ય્ખ્યા કરવા જઈ તો બહુ મોટો અર્થ થાય છે,કદાચ પુસ્તકો ના પુસ્તકો લખાઈ જાય. ભજન ની વ્યાખ્યા એ છે,કોઈ ની પીડા સમજવી,પોતાને બાદ કરી બીજા માટે કાંઈ કરવુ. આ ભજન તરફ લઈ જાય છે આપણા વડવા,માં બાપ અને આપણા ગુરુ મહારાજ. પૂ.નારાયણ સ્વામી,કાનદાસ આ બે બાવલીયા અને માં ભગવતી ના આશીર્વાદ થકી હુ આ ફિલ્ડ મા છુ.
જીંદગી સારી કેમ જીવવી એ આ ભજન શીખડાવે છે. હું યુવાન મિત્રો ને વીનંતી કરુ છુ કે, અત્યારે એવો વાયરો વાઈ રહ્યો છે,ભજન સાથે રહેજો.
આ જીવતો જાગતો દાખલો તમારી સામે ઉભો છે.
”પાલુ કાંઈ નથી,અને જો કાંઈ છે તો આ ભજન થકી છે”
મિત્રો ભજન સાથે રહો.
ભજન ની વ્યાખ્યા એટલે કલાકારો ને સાંભળી એટલુ જ નહી પણ પોતા સિવાય નિસ્વાર્થ ભાવે બીજા માટે કાંઈક કરશો એનુ નામ ભજન છે. આ બધુ શીખવા મળે છે આ સંતો ની લખાયેલી વાણી માંથી.
ગુજરાત નું ગૌરવ કહી શકાય એવા આર્ટીસ્ટો છે એમના મુંખે જે વાણી સાંભળીએ છીએ,એ કદાચ એક વખત નહી સમજાય મિત્રો. પણ ઘણા મિત્રો એમ કહે છે કે નારાયણ બાપુના શબ્દો સમજી શકીએ છીએ પણ અત્યાર ના કલાકારો ગાય છે એમા સમજણ નથી પડતી.
પણ “આ ભજન છે, એમ કાંઈ સહેલું નથી. આ તો ખાંડા કેરી ધાર. સંતો એ આયખુ ટૂંકાવી નાખ્યૂં. એની અંદર જીવન સમર્પણ કરી દીધા છે.”
ત્યારે અંદર આત્મા ના જે શબ્દો નીકળા એ સંતવાણી છે.
એમ સમજાઈ જાય તો બધાં જ “ભજનાનંદી” બની જસે.
“એ માટે દીલ થી કાંઈક લગાવ હોવો જોઈએ”. જેથી આ સમજાય.
એક વાર સમજાઈ જાય પછી આ જગત આસાન થઈ જસે.

– પાલુ ગઢવી (ભજનાનંદી )

Share on:

Leave a Comment

Your email address will not be published.